તને સોપું
તને સોપું
1 min
27.9K
ચાલ, સાવ લીલીછમ, લાગણી તને સોપું,
સીંચજે જતનથી જળ, રોપણી તને સોપું.
આંગણું તો જડવત છે, ઉંબરોય છે મૂંગો,
હામ હોય હૈયે તો, છાવણી તને સોપું.
ભોમકા હદયની જો, એ રસાળ છે કેવી?
થાય જો, તું સંમત તો, મોજણી તને સોપું.
ભેટમાં મળ્યા અમને, સાત સૂર સરગમનાં,
ચાલ, આજ એ, સઘળી, રાગિણી તને સોપું.
પાંગરી આ પથ્થર પર, કૂંપળો અનાયાસે,
માવજત જરા કરજે, વાવણી તને સોપું.
