STORYMIRROR

Dipak Makwana

Others

3  

Dipak Makwana

Others

જોઈએ

જોઈએ

1 min
27.6K


માફ કરવા, દોસ્ત, હિંમત જોઈએ,
ને, હદય પણ, થોડું, સંમત જોઈએ.

ફૂલ પણ આ લાગણીનાં ખીલશે,
હા, શરત છે એક, ચાહત જોઈએ.

છોડ લીલોછમ અઢી અક્ષરનો છે,
રોપવા હૈયામાં કિસ્મત જોઈએ.

સત્ય છે કે જિંદગી સંગ્રામ છે,
જીતવા એને મહેનત જોઈએ.

શોધ ના પ્રારબ્ધ રેખા હાથમાં,
થોડું તો, કાંડામાં કૌવત જોઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Dipak Makwana