STORYMIRROR

Dipak Makwana

Others

3  

Dipak Makwana

Others

મોકલોને

મોકલોને

1 min
12.8K


મોસમનો રંગભીનો વરસાદ મોકલોને ,
સંભારણું અસલને આબાદ મોકલોને.

વરસો તો આમ ચપટીમા ચાલતા થશે આ,
જૂનો સહી નવો એક સંવાદ મોકલોને.

કંઈ પણ કહ્યા વિના સઘળું હોઠ પર જડાયું,
એવો જ એક મૂંગો આસ્વાદ મોકલોને.

એ, વાત યાદ છે તમને? ખાસ એ અલગ છે,
એવો જ ખૂબ સુંદર અપવાદ મોકલોને.

થોડું સ્મરણ કરી લ્યોને, ભૂલ ક્યાં પડી છે?
હૈયામાં ખેદ છે તો, ફરિયાદ મોકલોને.


Rate this content
Log in