લે બકા
લે બકા
1 min
28.3K
આમ ગભરાયે નહિં, ચાલે બકા,
ચોટ વાગી જાય તો, સાલે બકા.
વાત કોઈ ખાનગી ઊપણ નહીં,
મસ્ત શિખામણ મફત આ, લે બકા.
ભૂલ તું હંમેશ, કરતો જાય છે,
માર થપ્પડ આજ તું ગાલે બકા.
આ ગઝલના છંદને તું છેડ ના,
એ, પરોવે છે મને, ભાલે બકા.
તીર જો નિશાન ચૂકી જાય તો?
દાવ બીજો આવતી કાલે બકા.
