હોઈ શકે
હોઈ શકે
1 min
13.8K
એ નયન પૂરા સજળ હોઈ શકે,
સ્મિતનું પણ, એ જ સ્થળ હોઈ શકે.
યત્નથી પણ, રત્ન મળતાં હોય તો,
એક મરજીવો સફળ હોઈ શકે.
ખુદ નથી પામી શક્યો ‘સ્વ’ને છતાં,
ત્યાં બધાં કારણ અફળ હોઈ શકે.
બંધ હોઠે મૌન સળવણ થાય તો,
મૌનની ભાષા અકળ હોઈ શકે.
શૂન્યમાંથી કંઈક સર્જન થાય તો?
હસ્તરેખા પણ, સબળ હોઈ શકે.
