STORYMIRROR

Nilesh Limbola

Others

3  

Nilesh Limbola

Others

તારી યાદનું ગીત

તારી યાદનું ગીત

1 min
481

યાદ તારી ટહુકે જ્યાં મોરલાની જેમ,

ત્યાં સ્પર્શ થઈ જાય એક પીછું,


ફૂલોની જેમ તારા સપનાના હારને,

સાચવીને શ્વાસમાં રાખું,


આંખમાં સમાય નહિ એવાં,

આ ઈચ્છાના આભલાને ક્યાં બોલ નાખું ? 


વાત મારી મોગરા જેવી,

એ કહેવું સરળ ને સીધું,


ઝંખું તને છું તને,

તને સ્મરણોમાં રોજ રે સજાવું,


તારા વિનાની આ સુની સાંજને,

રોજ રે કેમ હું વિતાવું ?


તારા વિનાના લીલા ઉજાગરાનું,

રોજ રોજ વિષ અમે પીધું. 


Rate this content
Log in