તારી રાહમાં
તારી રાહમાં
1 min
390
પ્રેમમાં છું પાગલ,
તારી રાહ જોઈ રહ્યો,
જીવન ના અંતે પણ,
તારી રાહ જોઈ રહ્યો,
ગાંડો ઘેલો પણ હું,
તારી રાહ જોઈ રહ્યો,
ડાકોર શ્રી નાથજીમાં પણ,
તારી રાહ જોઈ રહ્યો,
મહાભારતના કૃષ્ણની પણ,
તારી રાહ જોઈ રહ્યો,
કંસ શિશુપાલનો અંત કરનારની,
કલયુગમાં રાહ જોઈ રહ્યો,
આપે આપેલા વચન મુજબ,
કૃષ્ણ તારી રાહ જોઈ રહ્યો,
દેશપ્રેમી ઓની પીડા ની,
વેદના સહી રહ્યો છું,
ભારત માતાની સહનશીલતાની,
વેદના સહી રહ્યો છું,
દુષ્ટોના સંહાર કરવા,
તારી રાહ જોઈ રહ્યો,
નથી રહ્યા અમે એક,
વિનાશતા જોઈ રહ્યો,
કલયુગનો અંત લાવવા,
તારી રાહ જોઈ રહ્યો.