તારી મારી દોસ્તી
તારી મારી દોસ્તી
1 min
163
સુંદર છે જોડી
તારી મારી દોસ્તી,
બાળપણની જોડી
ખેલ બહુ ખેલી
સાથે સાથે ભણતા
સાથે નાસ્તો કરતા,
સુંદર છે જોડી
તારી મારી દોસ્તી,
સમય પણ હતો
સાથે સમય મળતો
હવે સમય બદલાયો
દોસ્તી નામની રહેતી,
સુંદર હતી જોડી
તારી મારી દોસ્તી,
નથી સમય મારી પાસે
દોસ્ત છે આઘોપાછો
કોલ પર મળતા
વોટ્સએપ પર હસતા,
સુંદર છે જોડી
તારી મારી દોસ્તી,
દિલ છે દરિયો
મિત્ર છે હરિયો
મળીએ ત્યારે હસતા
ખૂબ આનંદ કરતા,
સુંદર છે જોડી
તારી મારી દોસ્તી.
