સવાર નવલી
સવાર નવલી
1 min
196
કરે છે નૂતન આશાનો સંચાર સવાર નવલી.
જાણે બદલાવે છે એ વિચાર સવાર નવલી.
દિશા પ્રાચી લાલાશે શોભતી દિવાકર થકી,
જે છે જીવસૃષ્ટિ તણો આધાર સવાર નવલી.
જાગે જીવો જગતનાં નિંદ્રાનાં શયન દ્વારેથી,
સજે આભ અવનવા શણગાર સવાર નવલી.
વિચરે વિહંગ નભમહીં ના ક્યાંય અંધકારને,
દિનમણી તપે ગ્રીષ્મે પારાવાર સવાર નવલી.
સંભળાય નાદ આરતી મંદિરે પૂજા સ્તવનને,
રસ્તાઓ જાણે આપે આવકાર સવાર નવલી.
