સૂર્યગ્રહણ
સૂર્યગ્રહણ

1 min

15
સિંહિકાસુત આજ એ મળવાને હાલ્યો.
નામે રાહુ રવિરાજને ગળવાને હાલ્યો.
રખેને એ ભૂલી ગયો પોતાની ઔકાત,
જાય બબડતો " કરી દઉં દિનને હું રાત "
બનીને અરિ એ વેર વાળવાને હાલ્યો.
નભોમંડળે ભાસ્કર પ્રતિદિન પ્રકાશતો,
પરોપકાર એના પગલે પગલે બિરાજતો
કૂપમંડૂક રાહુ સ્વપ્ને રાચવાને હાલ્યો.
હાથ વિનાનો ને પગ વિનાનો અસુર ગરજે,
પડકારે સૂરને મારાથી આજે યુદ્ધ કરજે,
જાણે દાદુર સતયોજન ઓળંગવાને હાલ્યો.
વૃત્તિ તામસી એની બૂરું કરીને જ જંપતો,
પામ્યો અમી એથી કોઈનાથી ના એ મરતો,
જગતપિતાને અલ્પમતિ લલકારવાને હાલ્યો.