સત્ય
સત્ય
1 min
69
સાચું ને ખોટું, દુનિયામાં ચાલ્યું જાય છે,
ખોટું ને ખોટું દુનિયામાં છવાઈ જાય છે,
સારું સારું ગમે અહીં, ખોટું કરતો જાય છે,
સચ ને લાગ્યું ગ્રહણ, અંધકાર છવાઈ જાય છે,
જુઠની માયામાં, માનવી ફસાઈ જાય છે,
સત્ય હાર્યું આજ, હારમાં જીત સમાય છે,
કહે કૌશિક કવિરાય, ખોટનો ધંધો થાય છે,
જુઠ ની થઈ આજે જીત, કાલ સત્યની દેખાય છે.
