STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

સરોવર

સરોવર

1 min
116

ગામની મિલકત સમ લાગતું સરોવર ગામનું,

હાજરી વરુણદેવની આપતું સરોવર ગામનું.


શીળાં નીર વર્ષાતણાં સંઘરીને સૌને દેનારું,

આશ્રયસ્થાન પશુને ભાસતું સરોવર ગામનું.


વહેતો અનિલ શીતળતા ફેલાલતો સર્વત્રને,

ગામની શોભા સદા વધારતું સરોવર ગામનું.


નારી કો' વસ્ત્રો પ્રક્ષાલને સરોવરે આવનારી,

જળ પ્રતિબિંબ દેખી હરખાતું સરોવર ગામનું.


કદી ભૂલકાં કરી કાંકરીચાળો જળવલય કરે,

માસૂમ શૈશવથી એ મલકાતું સરોવર ગામનું.


ગ્રીષ્મકાળે વિચરતા વિહંગો જળપાન કરતાં,

ધન્ય જીવન નિજનું સમજતું સરોવર ગામનું.


Rate this content
Log in