સરદારજી
સરદારજી
1 min
250
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઝલકી રહ્યા છે મારા સરદારજી
એકતાના આશિષ આપી રહ્યા છે મારા સરદારજી
અખંડિતતાનો અમૂલ્ય અભિપ્રાય આપી રહ્યા છે મારા સરદારજી
મનોબળની મુલાકાત લઈ રહ્યા છે મારા સરદારજી
લોખંડી બનો એવા પ્રતિભાવ આપી રહ્યા છે મારા સરદારજી
શકિતની સાધના શિખવાડી રહ્યા છે મારા સરદારજી
સ્વદેશનો સ્વાદ આપી રહ્યા છે મારા સરદારજી
સ્વતંત્રતાની સુગંધ પહોંચાડી રહ્યા છે મારા સરદારજી
