સરદાર વલ્લભભાઈ પટેલ
સરદાર વલ્લભભાઈ પટેલ
1 min
404
મારા ગુજરાતનું છે એક સુંદર ગૌરવ
એને યાદ કરીને મળવાનું મન થાય
મારા ગુજરાતના છે એક લોખંડી પુરુષ
એને જોવાનું મન થાય
મારા ગુજરાતના છે એક શિલ્પી સરદાર
એને મળવાનું મન થાય
મારા ગુજરાત ને છે એક લોહપુરુષ
એને જાણવાનું મન થાય
મારા ગુજરાતના છે એક એકતાની ઓળખ
તેને મળવાનું મન થાય
મારા ગુજરાત ના છે એક સાચા સલાહકાર
તેને જાણવાનું મન થાય
મારા ગુજરાતના છે એક ભારતના ઘડવૈયા
તેને ઓળખવાનું મન થાય
