STORYMIRROR

Kiran piyush shah "kajal"

Others

3  

Kiran piyush shah "kajal"

Others

સંઘર્ષ

સંઘર્ષ

1 min
112

ફરી એ દર્દનો હુમલો,

પીડા સાથે એક ઉલ્ટી,

લાલચટ્ટક જીવનના રંગ જેવીજ,

સૌની નજરથી બચાવતી ..

જલ્દીથી પાણી નાખી સ્વસ્થ થવાનો પ્રયાસ.


હવે આ,

તેનો સતત હસતાં રહેવાનો સંઘર્ષ,

આંખ ભીની કરી ગયો,

હવે મન ધીરે ધીરે થાકતું હતું,

પીડા ઉંહકારા કરાવી દેતી,

દર્પણ તો પૂરા ઘરમાં કયાંય નજરે ના પડતું.


માથાના કેશની સંખ્યા હવે ગણી શકાય તેટલી,

એ ધટાદાર વાળ તો,

છતાં હિંમતથી લડી રહી,

જાત સાથે સતત,


તોય,

ઈશ્વરની કસોટીનો,

પારજ કયાં આવતો...

વારંવારના આ ઉથલા,

છેલ્લા દસેક વર્ષથી હંફાવી રહી હતી.


પણ, જીવન જીવવાની લાલસા..

પાછળવાળાની ચિંતા

કે હાર ના માનવાનો સ્વભાવ,


શું હતું, કઈ જીજીવિષા હતી એ,

પડતી આખડતી ઊભી થતી,

ઈશ્વરને પણ પડકારતી.


કદાચ મુક્તિની લાલસાજ,

સંઘર્ષ કરાવતી ?

કાશ અલવિદા બોલી,

આમજ નીકળી શકે સર્વસ્વ છોડી.

અલવિદા હા ! હવે અલવિદાજ.


Rate this content
Log in