સંદેશો
સંદેશો
1 min
232
હું આવું છું,
વરસાદી ઝાપટું થઈને,
વરસી પડું પહાડો પર,
ખુલ્લા મેદાનમાં અને મકાનો પર,
અહીં ત્યાં બધે ચોમેર,
ઝરણું બની ને વહેવા માંડુ,
ધોધ બની ને કુદી જાઉં,
અંતે...
નદી બની ને પહોંચી જાઉં છું,
અને દરિયામાં ખોવાઈ જાઉં છું,
આભનો સંદેશો લઈને.
