STORYMIRROR

Kalpesh Shah

Others

4  

Kalpesh Shah

Others

સમય

સમય

1 min
27

થોડી આડી છે, થોડી ઊભી છે,

આ જિંદગી વાંકીચૂકી લીટી છે,


નિશાની શું આપુ જો માંગે તો એ,

મારી પાસે જૂની પૂરાણી વીંટી છે,


મજાક મસ્તી કરી છૂટા પડી ગયા,

દોસ્તીને કોઈની નજરોએ પીટી છે,


રોજ જોઈને મનમાં હસ્યા કરૂં હું,

દીવાલેે ટાંગી જે યાદોની ખીંટી છે,


થોડું-થોડું કરી ઘણું ચાલી ગયો,

આ સમય જાણે નાનકડી ચીંટી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન