સમય
સમય
1 min
170
સમય મને ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે,
કટુ અનુભવને સાવ ભૂલવા વરસોના વરસો લાગે,
એ કોઈનોય ક્યારેય થયો નથી બદલ્યા કરે હંમેશાં,
સારી તક ગુમાવ્યા પછી જિંદગીમાં વસવસો લાગે,
ભૂપતિને ભિખારી બનાવનારું એ છે પરિબળ કેવું !
સફળતાની પળોમાં જાણે કે એ હૃદય સરસો લાગે,
સફળતા કે નિષ્ફળતા એ છે દેણગી બસ સમયની,
જ્યારે થાય અનુકૂળ વાતો પવન બસ ધસો લાગે,
પરિવર્તનનો છે પયગામ એનો સદા ન એકસરખો,
વિજયના આવેગને આવેશમાં જાણે કે નશો લાગે.
