સમય મને છોડતો નથી
સમય મને છોડતો નથી
1 min
182
હું હાંફી જાઉં છું બેસી જાઉં છું,
તોય, કદમથી કદમ મિલાવુ છું,
એની પાછળ- પાછળ દોડ્યા કરું છું સતત,
ઉદાસીમાં પણ હશું છું,
છુપાવી રાખુછું આંસુઓને,
એ હસાવે અને રડાવે છે,
ઉદાસીઓને પણ ફેંકે છે છુટા હાથે.
હું જીવું છું, જીવ્યે જાઉં છું,
કારણકે, સમય મને છોડતો નથી,
