શું કહેવું !
શું કહેવું !
1 min
48
વાતવાતમાં અહં જાય ઘવાય એને આપણે શું કહેવું !
આપણે એના જેવું ના થવાય એને આપણે શું કહેવું !
જે કૈં મળી છે મહત્તા એ ભેટ છે કિસ્મત તણી સદા,
અવરને જાતથી ન સરખાવાય એને આપણે શું કહેવું !
નાના મોટાના ખ્યાલો તો આખરે સાપેક્ષ જ હોવાના,
આપણા ગજથી બધા ન મપાય એને આપણે શું કહેવું !
માન ખાવું છે જરુરી પણ હદમાં રહીને વર્તવાનું પછી,
એમ કૈં વારેવારે ના રિસાવાય એને આપણે શું કહેવું !
હળીમળીને રહો હરહંમેશ હરિ આવશે ખુદ દોડીને,
પડછાયાથી ઊંચાઈ ન ગણાય એને આપણે શું કહેવું !