STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

શશીને રાખડી

શશીને રાખડી

1 min
199

આજે ધરાએ બાંધી હશે શશીને રાખડી,

સાથે શુભેચ્છા આપી હશે શશીને રાખડી,


ભલે રહ્યો દૂરસુદૂર તોય નાનો છે ભઈલો,

રક્ષા અવનીએ ચાહી હશે શશીને રાખડી,


યાદ બાળપણની અકબંધ સંઘરી રાખીને,

શિશુપન સ્મૃતિ સરાહી હશે શશીને રાખડી,


ચંદ્રની કલાઈ પર ચંદ્ર બનીને જે શોભતી,

વિજયની કામના દીધી હશે શશીને રાખડી,


હર્ષના અશ્રુબિંદુઓ વર્ષા થૈ વરસ્યાં હશે,

અમીધારા અંતરેથી થઈ હશે શશિને રાખડી.


Rate this content
Log in