શરણ તારું
શરણ તારું
1 min
444
દુઃખમાં રહેતું સદા હરિ શરણ તારું,
સુખમાં થતું સદા હરિ વિસ્મરણ તારું,
ભાંગ્યાના ભેરુ સમો હરિ સાથ તારો,
ગરજ પૂરી થતાં માયાનું આવરણ તારું,
સ્વાર્થની તકલાદી બુનિયાદે જીવનારો,
ફરજ તરીકે થશે ક્યારે આચરણ તારું ?
તકવાદી થૈ વસ્તુપદાર્થ પામવા મથતો,
મળશે મને હરિવર ક્યારે ચરણ તારું ?
તારાને તારવાની રહી હંમેશ રીત તારી,
ક્યારે પામીશ પ્રભુ સ્નેહ ઝરણ તારુ?
