શકું
શકું
1 min
436
કવિતાની ભાષામાં હું,
જગતને ના સમજાવી શકું,
હોય ઘણું ઉરમાં ભંડારેલું,
એને ઓષ્ટે ન લાવી શકું.
આ તો મતલબી અને,
પૈસાનો સમાજ છે આપણો,
એને વાત મારી હૈયા,
સોંસરવી ના ઊતારી શકું.
ક્યાં ભાવજગતને,
ક્યાં હિસાબી માણસોનો સંગ ?
વ્યથા મારી એના ગળે,
ઉતારવામાં ના ફાવી શકું.
કેમ સમજાવું કે પૈસા,
કે સ્વાર્થ વિનાના સંબંધોને,
છું નાકામિયાબ,
ના એની કક્ષામાં કદી આવી શકું.
હમસફર છે ઘણા પણ,
હમદર્દીને શોધી રહ્યો છું,
એકલો અટૂલો છું,
ના કદી એને હું પલટાવી શકું.
