શિવ મંગલકારી
શિવ મંગલકારી




શિવ છે સદા મંગલકારી,
જેની સૌ પર મહેરબાની,
બને જીવન મંગલકારી,
જગતમાં રહે મિત્રાચારી,
વિચારો બને પાવનકારી,
ભવનો સૌના હો કલ્યાણકારી,
પ્રકૃતિ સદા રહે સમતલ સારી,
હો સુખ- આનંદની સહિયારી,
જીવનું શિવમાં થાય સરવાણી,
જિહવા હો સૌની 'અમૃત' ધારી.