શાળા તીર્થ મારું
શાળા તીર્થ મારું
બે મિત્રો એકાંતમાં બેસીને નિત્ય સંવાદ કરતાં;
જૂની યાદો શાળાની તાજી કરી આનંદ મેળવતાં.
શું મેળવ્યું ? શું ગુમાવ્યું ? એનો હિસાબ કરતાં;
ગુરુ વચન સ્મરણ કરી મારગ પર સુવાસ પાથરતાં.
મિત્રો, ગુરુજનો, યાદોનું હૈયામાં નિત્ય સ્મરણ કરતાં;
પ્રવૃત્તિમય દિવસનું સ્મૃતિ પટ પર નિજાનંદ પામતાં.
સ્પર્ધક બની સ્પર્ધામાં જીતને પામવા જાતને હોમી દેતાં;
ગુરુ હસ્તે સન્માન મેળવવા રાજીના રેડ થઈ જાતાં.
શાળા ગૌરવ વધારવા હરહંમેશ તત્પર બની રહેતાં;
શાળાએ જતા દિવસો યાદ કરીને રાજી રાજી થઈ જાતાં.
ગુરુ ઉપદેશ ને જીવન ભાથું બનાવી આચરણમાં મૂકતાં.
પ્રાપ્ત દરજ્જો મેળવવા નિત્ય દિને પુરુષાર્થ કરતાં.
હસ્તે હસ્તે વિદાય પ્રસંગે શાળાથી વિદાય લઈ લેતાં;
શાળાની યાદ તાજી થતાં અશ્રુ ભીની આંખ કરી લેતાં.