સાચો મિત્ર
સાચો મિત્ર
1 min
334
સ્મરણ કરતો બચપનને, યાદોને સર્ચ કરતો
ઉંમર થઈ મારી હવે, યાદો થતી ધૂંધળી
ધૂંધળી યાદોમાં મળતી મને મિત્રની ઝલક
ડાયરી શોધતો, કાગળ શોધતો, શોધતો હું કલમ
યાદોના આધારે હું લખતો મિત્રની અલપઝલપ
યાદ આવતા સર્ચ કર્યું સોશ્યલ નેટવર્ક
ઓહ મારો મિત્ર મળ્યો, શહેરમાં જ એ રહેતો
પછી તો કોન્ટેક્ટ થયો, સુખદુઃખની થતી વાતો
બહુ વર્ષે આપણે મળ્યા, ના આપતો સલાહસૂચન
મનભરીને વાતો આપણી, કદી ના એ ખૂટતી
ફરીથી મળીશું એમ બોલીને, ભીની આંખે થયા છુટા
જીવનમાં તો તમે બનાવજો એક સાચો મિત્ર
સાચો મિત્ર બનાવવા માટે બનજો સાચા મિત્ર
