રૂપ સુંદરી કે યુદ્ધની સૈનિક?
રૂપ સુંદરી કે યુદ્ધની સૈનિક?
1 min
2.4K
હવે એ વાત પર તારી, બધો આધાર રાખે છે,*
કતલ માટે હવે મારા, તું કેવી ધાર રાખે છે.
છે નક્કી હાર મારી પણ, રહી છે ઔપચારિકતા,
અજિત એવા નયનમાં તું સદા હથિયાર રાખે છે.
તું શું રુપ સુંદરી છે કે પછી છે યુદ્ધની સૈનિક?
કટારી આંખમાં ને દિલ મહી શણગાર રાખે છે
તબીબો પણ હવે હારી ગયા મારો મરજ જોઈ
બચી તું એક ચારાસાજ જે ઉપચાર રાખે છે
ગઝલમાં મેં લખી કાયમ 'તને' જ પ્રેમથી 'સંશમિ',
ગઝલમાં શબ્દનો સુંદર, તું છાંદસ ભાર રાખે છે.
તરહી મિસરો - શ્રી વિપુલ માંગરોલિયા
