ભર સમંદરમાં ઝાંઝવા
ભર સમંદરમાં ઝાંઝવા
1 min
13.7K
દર્દનો ગઝલો મહીં અતિક્રમ હતો,
એટલે તો શેર આ ઉત્તમ હતો.
'ના' એ વારંવાર કે' છે તે છતાં,
પ્રેમ એનો પામવા મક્કમ હતો.
આ ગઝલમાં ફક્ત શબ્દો નૈ હતા,
આ ગઝલ સુખ-દુઃખનો સંગમ હતો.
હદ કરી છે પ્રેમમાં મેં એટલી,
દર્દની સ્પર્ધા મહીં અણનમ હતો.
મૃત્યુને મુજથી થઈ ચાહત હવે,
અન્યથા હું ઘાતમાં હરદમ હતો.
કવિ! કઈ તે રીતથી પાળે છે ગમ?
દર્દનો રવ એમનો છમછમ હતો.
લાગણી ને દિલ બધું તૂટી ગયું,
પ્રેમનો પ્રખ્યાત ઘટનાક્રમ હતો.
હું હતો ક્યાં એકલો ક્યારેય પણ?
જાત સંગે તો સફર કાયમ હતો!
ભર સમંદરમાં મેં જોયા ઝાંઝવા,
એ તરસતી લાગણીનો ભ્રમ હતો.
આગમનની જાણ શું થૈ આપની!
પાથરેલો શબ્દનો જાજમ હતો!
જગ અમસ્તું આમ વાંચે નૈ ગઝલ?
ક્યાંક 'ઘાયલ' શબ્દમાં જ દમ હતો!
બોલવું'તું, સંભળાવો કૈં ગઝલ,
'સં. શ. મિર્ઝા' ક્યાં બધાથી કમ હતો!
