STORYMIRROR

Sandip Vasava

Others

2  

Sandip Vasava

Others

સમજાતું નથી

સમજાતું નથી

1 min
2.7K


પ્રેમ છે કે વ્હેમ, સમજાતું નથી?
કૈ કહું કે કેમ, સમજાતું નથી!
 
અર્થ સમજાવી શકું ચાહત થકી,
કે' છે, શું છે પ્રેમ, સમજાતું નથી?
 
પ્રેમથી તું દૂર ભાગે, કેમ એમ?
કૈ કરી છે નેમ, સમજાતું નથી?
 
રસ નથી તો દૂર ચાલ્યો હું, જુઓ!
તેં કહ્યું છે તેમ, સમજાતું નથી?
 
નૈ મળે આવી ખરી દીવાનગી,
દિલ અસલ છે હેમ, સમજાતું નથી!
 


સામગ્રીને રેટ આપો
લોગિન