નશામાં લખીએ
નશામાં લખીએ
1 min
13.6K
શબદને વહેતી હવામાં લખીએ,
ગઝલ એક આજે નશામાં લખીએ.
દરદ જો કશાનું રણકતું હશે તો,
શરાબીપણાની દશામાં લખીએ.
ખુદા સાંભળે શબ્દની સાધના તો,
ગઝલ એક આજે દુઆમાં લખીએ.
દરદ આપનારા જરા માપમાં રો',
દરદ પણ અમે તો મજામાં લખીએ.
ગઝલકારની તો દવા છે દરદની,
ગઝલ એ દરદની દવામાં લખીએ.
