પથ્થર હદય
પથ્થર હદય
1 min
137
મનમાં ચાલતા વિચારો વચ્ચે
ક્યાંક મન પીડા અનુભવતું
ને અચાનક તીવ્ર દર્દનો હૂમલો
છાતી પર ભીંસ વધી.
ગભરામણ સાથે
પ્રસ્વેદથી નાહી રહી
આંખે અંધારા છવાયા
ધૂંધળું દ્રશ્ય
કર્ણપટ પર અનેક
અવાજો અથડાતાં'તાં.
પણ.
કંઈ સમજ નહોતી પડતી
આંખ પર જાણે મણનો ભાર
ખૂલતી જ નહોતી
કેટલી ક્ષણો આમ વીતી
કોને ખબર....
ન સમજાય તેવી અસંમજ વચ્ચે
ધીરેથી આંખો ખોલી
સામે ચિંતિત પરિવારજનો
હદયધાતનાં નિદાન સાથે
ડોકટર પણ હાજર.
કેમ છે ના સવાલ સાથે
અસ્પષ્ટ ઉચ્ચારો સાથે
હમ્મમમ એટલો જ જવાબ
પણ
ત્યારે ત્રણદિવસનાં સ્મૃતિગેપ સાથે
એક સવાલ ઉઠયો
પેલાં પથ્થર હદય કે
હદયવિહિન આરોપો
શું ખોટા હતાં ?
