STORYMIRROR

Neha Purohit

Others Romance

3  

Neha Purohit

Others Romance

પરપોટાની જાત

પરપોટાની જાત

1 min
13.8K


અમે તો પરપોટાની જાત

હેત કરીને આપી તેં તો સોય તણી સોગાત !

અમે તો પરપોટાની જાત…


ભેટ મળી વહાલમની તો પણ કેમ રાખવી માયા ?

પોત અમારું કાચું, સાજન ! પવન તણી છે કાયા,

જળની મૂરત – ફૂંક તણો યે ક્યાં સહેશે આઘાત ?

અમે તો પરપોટાની જાત…


સૂરજ થઈને પસવારી દે તેજ કિરણનાં બાહુ

મારા ગ્રહકૂંડળનાં સઘળાં સ્થાને તુજને સ્થાપુ

એક ટશરના બદલે આપી દઈએ રંગો સાત

અમે તો પરપોટાની જાત…


Rate this content
Log in