STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

પિતાની વેદના

પિતાની વેદના

1 min
216

આંગણે ઢોલ ઢબૂકતો ઢબક ઢબક,

પીડા થઈ છાતીમાં એને લવક લવક,


કાલ હજી તો કાલુંઘેલું એ બોલતી'તી,

દેખી પિતાને એ હસતી'તી મરક મરક,


ઘરમાં કરી કિલ્લોલને શોભાવતી હતી,

ક્યારે મોટી થૈ ગૈ લાડકડી તરત તરત,


ધ્યાન રાખતી' તી પિતાનું ડગલે પગલે,

જાણે પાનખરે પર્ણો હોય ખરત ખરત,


કટકો કાળજાનો શ્વસુરગૃહે સિધાવતો,

પિતા નયને અશ્રુઓ સતત વહત વહત,


સુખ અમારાં એને તું દેજે વિધાતા બધાં,

દુઃખ કિસ્મતનાં સઘળાં તું હરત હરત.


સામગ્રીને રેટ આપો
લોગિન