Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiten Patel

Others

4  

Hiten Patel

Others

ફાગણ ધુળેટી

ફાગણ ધુળેટી

1 min
247


આયો રે ભૈ ફાગણ  આયો 

હોળી ધુળેટી લૈ ફાગણ આયો

કાબર ચિતરા રંગોનું 


ગોબર ગંદુ પહેરણ પહેરી ;

શરમ વિનાનો ટાબરીયો 

આયો રે ભૈ લાલો લહેરી !


નાની નાની વહુઓ ગોરી, 

છેલછબીલી ગમતીલી છોરી, 

ઉપર દબાવી પિચકારી મોરી, 

અરરર ! કાદવ મહી રગદોળી !


વેંતવેંતનાં    છૈયાંઓ 

રંગ ભરી પિચકારી છોડે !

લથબથ લથબથ ભીંજાઈ 

કાદવની ચાદર પે દોડે !


માનવ વર્ષાની  રેલ  નીચે 

ઝાંઝરીઓના ઝણકાર ગાજે, 

થડક  થડક હૈયાનું જોબન 

ઘૂંઘટ મહીં મલકાતું લાજે !


કેશૂડાના રંગો  લાલ, 

આમ્ર મહોરની તાજી મહેંક, 

રેલમછેલ હૈયામાં પ્રસરી 

માનવ ભાવને ભીંજવે આજ !


અલક મલકની કરે સે'ર 

પણ હોળી ધુળેટીએ આવે ઘેર 

ખરો મારવાડી એ ખરો રસિલો 

વતન પ્યારો ઓચ્છવ ઘેલો !


Rate this content
Log in