Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

પેટની પીડા

પેટની પીડા

1 min
318


પીડા કેવી પેટની મોટી એ કેટલાં સામાધાન કરાવે,

પીડા કેવી પેટની મોટી એ ચમરબંધીને પણ ઝૂકાવે,


હોય મૂછે તાવ દેતા જેનાં પગલે ધરણી ધ્રૂજનારી,

પીડા કેવી પેટની મોટી એ મહિપતિને પણ નમાવે,


રહે ખાલી તોય ઉપાધિ ભરપૂર ભર્યે થાય ઉત્પાત,

પીડા કેવી પેટની મોટી એ ચતુરનેય ચાકર બનાવે,


સ્વમાની હોય ગમે તેવા એને "હાજી હા" બોલાવે,

પીડા કેવી પેટની મોટી એ સ્વજનનેય દૂર રખાવે,


ભૂલાવે કદી નિજ સ્વભાવને સાચાં ખોટાં અપનાવે,

પીડા કેવી પેટની મોટી એ નમાલાનેય નૃપ કહેવડાવે.


Rate this content
Log in