પૈસો
પૈસો
1 min
326
રાજાપાઠમાં બેઠો છે આજ પૈસો,
નિત નવા ખેલ કરાવે આજ પૈસો,
લોહીની સગાઈ તોડાવે આજ પૈસો,
પ્રપંચની જાળ રચે આજ પૈસો,
ભૂખ માટે વેઠ કરાવે આજ પૈસો,
ભાઇલોગ બનાવે આજ પૈસો,
ધર્મને ભ્રષ્ટ કરાવે આજ પૈસો,
સંતને શૈતાન બનાવે આજ પૈસો,
કર્મના મૂલ્યો ભૂલાવે આજ પૈસો,
ધર્મના રહસ્યો ભૂલાવે આજ પૈસો,
કૈંકને ભામાશા બનાવે આજ પૈસો,
કૈંકને ડોન બનાવે આજ પૈસો,
માનવીના રહસ્યો ખોલે આજ પૈસો,
"શિવ"ને ન સ્પર્શતો આજ પૈસો.
