ઓરમાયું છે
ઓરમાયું છે
1 min
341
નથી જોયો કદી સંબંધ વર્તન ઓરમાયું છે,
અડીને લાગણીઓ ત્યાં મળેલી તે ઘવાયું છે,
ટહુકા આજ એનાં સાંભળીને જે હરખ થાતો,
જરૂરીયાત એની પણ હતી કે ઓળખાયું છે,
અહીંયા મૌન રાખી આજ શું કરશો, કહેશો ને ?
ઢળી જશે અહીં યૌવન, ફરી જો ભોળવાયું છે,
કરો કોશિશ લાખો વાર તો પણ હાર મળતી,
ને પ્રયાસો એ નકામા લાગતાં પણ જીરવાયું છે,
ચહેરો એજ મોહક લાગતો મન મોહતો એતો,
નજર મળતા તરસ વઘતી કળી ભાવો છવાયું છે,
નગર વચ્ચે બહું દૂરી, ઉડી મન ત્યાં પહોંચી'યું,
મથામણ કામ લાગી ભૂલ ભૂલી ઝંખવાયું છે.
