Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

3  

Kiran shah

Others

નથી દેતાં

નથી દેતાં

1 min
493


મળી યાદો હવે ગજવે,

એ ભરવા પણ નથી દેતાં,

નહીં જીવી શકું જાણીને,

મરવા પણ નથી દેતાં.


સમય આવ્યે ફરી જાશે,

નથી કરવી અહીં વાતો,

લખેલા લેખ મિથ્યા થાય ?

ઠરવા પણ નથી દેતાં.


સરી જાશે સમયની જેમ,

મુઠ્ઠીમાંથી અવસર જ્યાં,

પ્રસંગો આવશે ત્યારેજ,

ધરવા પણ નથી દેતાં.


નવી શરતો હતી,

સધળી લખાવેલી, છતાં એ તો,

લખી નાખ્યું પછી એ,

ચેક કરવા પણ નથી દેતાં.


તમે ખાલી વચન પાળી બતાવોને,

પછી જોશું,

ભલે ત્યારે કરો કોશિશ,

ફરવા પણ નથી દેતાં.


Rate this content
Log in