નાવ જીવનની (તરહી રચના (૧૯૯૧-૯૨))
નાવ જીવનની (તરહી રચના (૧૯૯૧-૯૨))
1 min
14.4K
રડાવી શકે છે, હસાવી શકે છે,
ઇશારે જરા તું નચાવી શકે છે.
કદી રીસના તો કદી લાગણીના,
રંગો ઘણાં તું બતાવી શકે છે.
વરસતી રહે હેતથી આંખ તારી,
તરસ જિંદગીની છીપાવી શકે છે.
કલમ થઈને જો મારા હાથોમાં આવે,
ગઝલ પર ગઝલ તું લખાવી શકે છે.
કરી નાવ જીવનની તારે હવાલે;
ડૂબાડી શકે છે, તરાવી શકે છે!