નારી.
નારી.


ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન ગણાય છે નારી,
તોય ક્યાં કોઈથીય સમજાય છે નારી !
માતૃરુપે એ જન્મ આપીને પોષનારી,
જનનીરુપે હરહંમેશ પૂજાય છે નારી,
ભગિનીરુપે ભ્રાતાસંગ એ ખેલનારી,
બળેવમાં રક્ષાબાંધી હરખાય છે નારી,
ભાર્યારુપે પતિપગલે એ ચાલનારી,
સમર્પણ જીવનનું પરખાય છે નારી,
શોભે છે સૌંદર્ય મર્યાદાને પાળનારી,
નરનું અડધું અંગ એ મનાય છે નારી.