ના શકું
ના શકું
1 min
360
ના તમને કશુંએ આપી શકું,
ના તમારા સિવાય જાપી શકું,
તમે જ મંઝિલ અને મકસદ,
ના અવર પંથ હું કાપી શકું,
અનન્વય છો ઊંચાઈમાં તમે,
ના ટૂંકા ગજ થકી માપી શકું,
છું વચનબદ્ધ થયેલ અતીતે,
ના તમારા વેણને ઊથાપી શકું,
વસો છો ઉરમંદિરે અવિરત,
ના કોઈ બીજાને હું સ્થાપી શકું,
એકજ રાગ મારે છે તમારો,
ના અવરને હું કદી આલાપી શકું.