STORYMIRROR

Kalpesh Shah

Others

4  

Kalpesh Shah

Others

મોબાઈલ

મોબાઈલ

1 min
41

મોબાઈલનો આવ્યો જમાનો, રહી ગયા દંગ,

પ્રેમ પાંગર્યો આંગળીના ટેરવાને સંગ,


રુબરુ મુલાકાતના બદલાયા ઢંગ,

નીતનવી સેલ્ફીમાં જામ્યો પ્યારનો રંગ,


નવો આવ્યો જમાનો નવા છે તરંગ,

નવી નવી આશાઓ ને નવા છે ઉમંગ,


નવી નવી કંપનીઓ એ છેડ્યો છે જંગ,

નવા નવા મોડેલોથી યુવાધન કરે સત્સંગ,


ધણી ધણીયાણીના સંબંધો થયા તંગ,

જયારથી વાપર્યો મોબાઈલરૂપી નંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન