મળે
મળે
1 min
200
નિસર્ગને નીરખતાં કોઈ નવો વિચાર મળે,
માંદગીથી સાજા થતાં નવો અવતાર મળે,
નિષ્ફળતા ના આપી શકતી નિરાશા કદી,
જો ઈશ્વર સમો કોઈ આપણે આધાર મળે,
ટળી જાય દુઃખોને સઘળી મુસીબતો પછી,
જો મા તણો મીઠો 'બેટા' ઉચ્ચાર મળે,
સૂકો રોટલો પણ બત્રીસ પકવાન સમો હો,
જ્યાં પગ મૂકતાં સ્નેહસભર આવકાર મળે,
ના લાગે જિંદગી એકલવાયી સહુના સંગે,
મિત્રો તણો એમાંય ભરપૂર સહકાર મળે.
