મહામાનવ
મહામાનવ

1 min

12K
માતા ભીમાબાઈ નું સંતાન છે આ મહામાનવ.
ભારત દેશનું ગૌરવ છે આ મહામાનવ.
કર્તવ્યનિષ્ઠ દેશભકત છે આ મહામાનવ.
જન કલ્યાણનાં ઉપાસક છે આ મહામાનવ.
બંધારણના ઘડવૈયા છે આ મહામાનવ.
સમાનતાની મૂર્તિ છે આ મહામાનવ.
સ્વતંત્રતાનાં પ્રહરી છે આ મહામાનવ.
બંધુતાનાં સૈનિક છે આ મહામાનવ.
અસ્પૃશ્યતાના છેદક છે આ મહામાનવ.
મહિલા મુક્તિદાતા છે આ મહામાનવ.
મૂલ્યોના સંરક્ષક છે આ મહામાનવ.
કાયદાનાં પ્રધાન છે આ મહામાનવ.
વિદ્યાશાસ્ત્રી છે આ મહામાનવ.
ભારત રત્ન વિભૂષિત છે આ મહામાનવ.