STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

મધુરવાણી

મધુરવાણી

1 min
297

કેટકેટલી સમસ્યાઓને ઉકેલી શકે મધુર વાણી.

કેટકેટલી આપદાઓને એ ઠેલી શકે મધુર વાણી.


મીઠા શબ્દો મન પર અસર ચોક્કસ કરી જાય છે,

બગડેલા સંબંધોને પણ સૂધારી શકે મધુર વાણી.


મિત્રો, સ્નેહીઓને સંબંધીઓ આપોઆપ વધતા,

વશીકરણ જેવું જાદુઈ કામ કરી શકે મધુર વાણી.


આખરે વાણી એ છે તો બારાક્ષરીની ગોઠવણી,

પાનખર વસંતમાં સહજ પલટી શકે મધુર વાણી.


કોકિલ પોપટ પ્રિય બને છે એની વાણીને લીધે,

કાક સ્વભાવે કદી મુખે ન ઉચ્ચરી શકે મધુર વાણી.


Rate this content
Log in