STORYMIRROR

Kiran piyush shah "kajal"

Others

4  

Kiran piyush shah "kajal"

Others

માયાજાળ

માયાજાળ

1 min
444

મા! ઓ મા ! દીકરી તારી આવી તારે દરબાર,

મા ! તું શરણ તારી રાખજે છોડ્યા છે ઘરદ્વાર,


સુખ-દુઃખના ચક્કરને આ વળગી માયાજાળ,

મોહ માયા ત્યજી કરું હવે તો સેવા અંગીકાર,


સંસાર સાગરમાં ઝોલા રે ખાતી મારી નાવડી,

આવી સંભાળી લે માડી ઉતાર જે ભવ પાર,


જન્મોજન્મના ફેરા ટાળવા ભક્તિ છે ઉપાય,

નામ તારું શાતા અર્પતું વારંવાર કરું સ્વીકાર,


દર્શન તારા સુખ દેતાં ને ટળતી આધિ વ્યાધિ,

શ્રદ્ધા ભાવે શીશ નમાવે ત્યાં કરજે મા ઉધ્ધાર.


Rate this content
Log in