માવડી મારી પ્રેમની ખાણ
માવડી મારી પ્રેમની ખાણ
1 min
273
ઘરમાં દીવાલ હોય તો સારું
મા જ ઘર લાગે મને તો મારું,
નિશાળે જઈને ભણીએ તો બહુ સારું
મા જ નિશાળનું પહેલું પગથિયું મારું,
જરૂર પડ્યે માંદે સાજે દવાખાને તો જઈએ
પણ સુવાણ સારી રાખવા મા તો જોઈએ,
દુઆ માંગવા મંદિરે ભલે જઈએ
ને ઈશ્વર જોવા માને ખોળે સૂઈએ,
દાક્તર રોગ તપાસીને દવા આપે
વગર પૂછ્યે કે માંગ્યે મા દુઃખડા કાપે,
મા વગરના ઘર કેવા સૂના લાગે
મા વિનાની જિંદગી કેવી નિઃસહાય લાગે,
માવડી મારી પ્રેમની ખાણ
ઈશ્વરનું સાક્ષાત રૂપ તું જાણ,
ઘરમાં દીવાલ હોય તો સારું
મા જ સર્વસ્વ લાગે મનને મારું !
