મારી કલમ
મારી કલમ
1 min
288
સત્યને ઉજાગર કરી રહેતી મારી કલમ,
સત્ય સનાતન સદાય કહેતી મારી કલમ,
રસ વૈવિધ્ય એ એનું કાર્યક્ષેત્ર બનનારું,
જળના રેલાની માફક વહેતી મારી કલમ,
ડર, બીક, ભય જેવા શબ્દોથી દૂર છે,
અંતર આરઝૂને પ્રગટાવતી મારી કલમ,
આમ તો તલવારથી પણ ધારદાર એ,
હંમેશાં સુસંગતિને સેવતી મારી કલમ,
સાથી હરપળની જિહ્વાનું સ્થાન લેતી,
મને મૌન રાખીને બોલતી મારી કલમ.
