End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

manoj chokhawala

Children Stories Inspirational


3  

manoj chokhawala

Children Stories Inspirational


માનવતાનું મૂલ્ય

માનવતાનું મૂલ્ય

1 min 11.8K 1 min 11.8K

હું શિક્ષક માતૃભાષાનું કર્તવ્ય બજાવતો;      

બાળકને માનવતાનું મૂલ્ય સમજાવતો.   

વૈષ્ણવજનનો મર્મ સમજાવતો;

વ્યક્તિત્વની ઓળખ કરાવતો.                   


શીલવંત સાધુનો સ્પર્શ કરાવતો;

મનીષાનું ચરિત્ર ચિત્રણ આલેખતો.   

દીકરીનાં ગૌરવભર્યા સ્થાન મહિમા ગાતો; આરોગ્ય વિશે જાગૃતતા કેળવતો.      

 

હું શિક્ષક માતૃભાષાનું કર્તવ્ય બજાવતો; બાળકને માનવતાનું મૂલ્ય સમજાવતો.

ગુજરાતીની અસ્મિતાનું દર્શન કરાવતો;              

નિર્દોષ હાસ્યરસ વર્ગખંડમાં છલકાવતો.


વાંસળી થકી કૃષ્ણ વિરહની વેદના વ્યકત કરતો;

ડાંગનાં જંગલોનું સૌંદર્ય બાળ નયનમાં પાથરતો. 

પ્રકૃતિ, પ્રાણીનું સૌહાર્દ આવરતો;

વ્યાજખોરી ગરીબીનું સમાજ ચિત્ર ઉપસાવતો.


હું શિક્ષક માતૃભાષાનું કર્તવ્ય બજાવતો; બાળકને માનવતા નું મૂલ્ય સમજાવતો.               

વતન વિદાયની વેદનામાં તરબોળ કરતો; જન્મોત્સવ, પોષણ પીડાનું રેખાંકન કરતો.


ફરિયાદ ન કરવાનું મૂલ્ય કેળવતો;

બબલીની પગલી રૂપે માતાનું દર્દ છલકાવતો. માનવ મનનાં ઊંડાણ સફરે પહોંચાડતો;            

દુષ્કાળની સ્થિતિમાં સદાવ્રતનો મહિમા બતાવતો.


હું શિક્ષક માતૃભાષાનું કર્તવ્ય બજાવતો; બાળકને માનવતાનું મૂલ્ય સમજાવતો.

ખેતર, સારસી, તાતનું જોડાણ ઊભું કરતો; વિરલ વિભૂતિ શ્રીમદ્ નું વ્યકિતત્વ નિરૂપણ કરતો.        


કુટુંબ જીવનના મધુર સંબંધો સમજાવતો; નેહરુજીના પ્રવાસની સાહસિક વાતો કરતો. દુહા, મુક્તક, હાઈકુનું બંધારણ સમજાવતો; પ્રાણીની માનવ પ્રીતિનો મર્મ બતાવતો.

હું શિક્ષક માતૃભાષાનું કર્તવ્ય બજાવતો; 

બાળકને માનવતાનું મૂલ્ય સમજાવતો.


Rate this content
Log in