માણસ
માણસ
ખામી વગરનો માણસ શોધવો મુશ્કેલ છે.
માણસ તો છે અઘરો, સમજવો મુશ્કેલ છે.
સર્જન છે એ આખરે બ્રહ્માતણું સૃષ્ટિનું ને,
પાંચ ફૂટના ખોળિયામાં ઓળખવો મુશ્કેલ છે.
ગુણદોષયુક્ત દુનિયા છે સઘળી સ્વીકારો,
કોઈના ગુણોને પરખીને વખાણવો મુશ્કેલ છે.
માત્ર અવગુણો જોઈએ તો દુર્જન લાગતા,
ગુણગ્રાહી થઈને એને આલેખવો મુશ્કેલ છે.
ખામી અને ખૂબી હોય છે માનવમાત્રમાં સદા,
કેવળ ખૂબીથી સંબંધને નિભાવવો મુશ્કેલ છે.
